Description
ટેલિફોનીક કન્સલ્ટેશન – ફોન પર કાનૂની માર્ગદર્શન
અહિંથી ટેલિફોનીક કન્સલ્ટેશન (Telephonic Consultation) દ્વારા કાનૂની મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સેવાથી તમે ઘરે બેઠા ફોન પર જ તમારા પ્રશ્નો અંગે નિષ્ણાત સાથે વિગતવાર ચર્ચા કરી શકો છો. સામાન્ય રીતે એક કન્સલ્ટેશનમાં લગભગ ૩૦ મિનિટ સુધી ચર્ચા કરવામાં આવે છે, જેથી તમારા પ્રશ્નને યોગ્ય રીતે સમજાવી અને જરૂરી કાનૂની માર્ગદર્શન આપી શકાય.
ચર્ચા વધુ અસરકારક અને સમય બચત થાય તે માટે વિનંતી છે કે કન્સલ્ટેશન પહેલાં જરૂરી માહિતી તૈયાર રાખો, જેમ કે –
- મિલકતનો સર્વે નંબર
- ગામ, તાલુકો અને જિલ્લો
- સંબંધિત દસ્તાવેજોની માહિતી
- અને તમારો પ્રશ્ન ટૂંકમાં લખી મુકવો
આ માહિતી પહેલેથી ઉપલબ્ધ હોય તો ચર્ચા દરમિયાન મુદ્દાને સ્પષ્ટ રીતે સમજવામાં સરળતા રહે છે અને બન્ને પક્ષે સમયનો યોગ્ય ઉપયોગ થાય છે.
👉 અહિંથી માત્ર જરૂરી અને કાયદાકીય (Law Point) સંબંધિત મુદ્દાઓ પર જ ચર્ચા કરવામાં આવે છે, જેથી તમને સ્પષ્ટ અને ઉપયોગી કાનૂની માર્ગદર્શન મળી શકે.





Reviews
There are no reviews yet.