Description
લીઝ / ભાડા કરાર (Lease / Rental Agreement) અંગે માર્ગદર્શન
લીઝ અથવા ભાડા કરાર એ એક મહત્વપૂર્ણ કાનૂની દસ્તાવેજ છે, જે મકાન માલિક પોતાની મિલકત ભાડે કે લીઝ પર આપતા પહેલાં તૈયાર કરવો જરૂરી હોય છે. આ કરારમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના હક, જવાબદારીઓ, ભાડાની રકમ, સમયગાળો અને અન્ય શરતો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે. યોગ્ય રીતે તૈયાર કરેલો કરાર ભવિષ્યમાં થતા ગેરસમજ અથવા કાનૂની વિવાદોને અટકાવવામાં મદદરૂપ બને છે.
ગુજરાત રાજ્યમાં મિલકત ભાડે આપતા પહેલાં ભાડુઆતની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની જોગવાઈ પણ છે. તેમાં ભાડુઆતની ઓળખ, સરનામું, ઓળખપત્ર તથા અન્ય જરૂરી વિગતો પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી સુરક્ષા અને કાયદાકીય બાબતોનું પાલન થઈ શકે.
👉 અહિંથી લીઝ / ભાડા કરાર સંબંધિત સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. તેમાં
- મકાન માલિક અને ભાડુઆતની વિગતોની યોગ્ય તપાસ
- પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધ અંગે માર્ગદર્શન
- કાયદાકીય જોગવાઈઓ મુજબ કરારની શરતો તૈયાર કરવી
- ભવિષ્યમાં કોઈ કાનૂની વિવાદ ન થાય તે માટે ચોકસાઈપૂર્વક ડ્રાફ્ટ તૈયાર કરવો
આ રીતે સંપૂર્ણ કાનૂની ચોકસાઈ સાથે લીઝ / ભાડા કરાર તૈયાર કરવામાં મદદ કરવામાં આવે છે, જેથી મકાન માલિક અને ભાડુઆત બંનેના હિતો સુરક્ષિત રહી શકે.





Reviews
There are no reviews yet.